ખેરગામ તાલુકાના બહેજમાં કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત

ખેરગામ તાલુકાના બહેજમાં કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત આદિવાસી વિકાસ, કુટીર અને ખાદી ગ્રામઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને ૧૭૬-ગણદેવી વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ રવિવારની સાંજે ખેરગામ તાલુકાના બહેજ ગામે સ્થિત મા રૂપા ભવાની મંદિર ખાતે આશીર્વાદ લેવા પધાર્યા હતા. તેમના આગમન પ્રસંગે માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર , તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ પટેલ , બહેજના સરપંચ અને તેમનો પરિવાર, તથા મા રૂપા ભવાની યુવક મંડળ ના સભ્યો તેમજ આસપાસના ગામોના સરપંચો અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મંત્રીએ સૌના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને સોંપાયેલી નવી જવાબદારી આદિવાસી અને છેવાડાના લોકોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહેશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “વોકલ ફોર લોકલ” અભિયાનને આગળ વધારતા શ્રમજીવીઓ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તે પહેલાં નરેશભાઈ પટેલે બીલીમોરાના સુપ્રસિદ્ધ સોમ...